Skip navigation

જયારે આંખ ખુલી હશે, પણ કઈ દેખાશે નહિ.

નઝર ની સામે હોવા છતાં, પણ મળશે નહિ.

ત્યારે ધીરજ રાખજે અને પરિશ્રમ કરતો રહેજે.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

લોકોની તારા પ્રત્યે અપેક્ષા ઘણી હશે.

સાચી લાગણી અને પ્રેરણા ઘણી હશે.

પણ સંજોગ હંમેશા બધાને ખુશ રાખી સક્સે નહિ.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

સમય જયારે પરીક્ષા લેસે, ત્યારે રડાવશે પણ.

દરેક આંસુ તને કંઈક સીખવાડશે પણ.

આગળ વધ અને ફરિયાદ નહિ કર, આ પણ સંઘર્ષ છે જે કાલે વાયો જશે.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તું લાગણી ની શોધ માં બધે ભટકશે.

ઘણી વાર એકલો બેસીને પણ રડશે.

તારા આંસુ અને લાગણી સમજનાર તને જરૂર મળશે.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તું ક્યારેક આગળ હશે, તું ક્યારેક પાછળ હશે.

સરવાળે જીવન ના સફરમાં, તું ફક્ત હસતા મોઢે ચાલતો રહેજે.

જેટલું ભાગ્ય માં હશે ત્યારે તને એટલું જ મળશે.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તારી તકલીફ તને બીજાની તકલીફ કરતા વધારે લાગશે.

તારી ખુશી તને બીજાની ખુશી કરતા નાની લાગશે.

હરીફાઈ નહિ કર, ફક્ત કર્મ કર તારી તકદીર નું તને મળશે.

કારણે કે, જયારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: